શૈક્ષણીક-માહિતીથી અપડેટ રહેવા માટે આ બ્લોગ સાથે જોડાયલા રહો..... તમારા પ્રતિભાવો મને કોમેન્ટ અથવા ઇમેઇલ દ્વારા જણાવો..... આભાર....

Tuesday 11 November 2014


૫ કિ.ગ્રાના રાંધણગેસ સિલિન્ડર ગરીબો માટે આવશે



દેશના ગરીબ અને નબળા વર્ગના લોકોને બ્લેક મારકેટથી રાંધણ ગેસના બાટલા ખરીદવા ન પડે તે માટે કેન્દ્ર સરકાર હવે ઝડપથી પાંચ કિ.ગ્રા.ના એલપીજી સિલીન્ડર લોંચ કરવા માગે છે.

કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ સંકેત આપીને કહ્યું છે કે, દેશના ગરીબ વર્ગને સરળતાથી સસ્તા ભાવે રાંધણ ગેસ સિલીન્ડર મળે તે જરી છે. આવા પગલાથી જ કોમનમેનને લાભ મળી શકે છે.

પ્રધાને કહ્યું કે, દેશમાં હજુ પણ એવા સાધારણ આવક ધરાવતા લોકો છે જેમને ા.810 ભરીને ટીન રાંધણ ગેસ સિલીન્ડર લેવું પોસાતું નથી અને તેઓ મુંઝાતા રહે છે.

જો પાંચ કિલોગ્રામના રાંધણ ગેસ સિલીન્ડર વેચવામાં આવે તો ગરીબ વર્ગના લોકો તરત જ નાણાકીય વ્યવસ્થા કરી શકે અને આમ કરવાથી વધુ લોકો રાંધણ ગેસનો લાભ લઈ શકશે.

અત્યારે 14.2 કિલોગ્રામના રાંધણ ગેસ સિલીન્ડર પ્રથમ તો ગ્રાહકે પુરા પૈસા ા.810 ચુકવવા પડે છે પછી ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ તેના ભાગની સબસીડીની રકમ ા.393 ત ના બેંક ખાતામાં જમા થાય છે.

આમ નેટ ભાવ ા.417નો થાય છે. આ જ રીતે પાંચ કિલોગ્રામના રાંધણ ગેસ સિલીન્ડરો પણ આપી શકાય છે અને આ માટેની ગંભીર ચર્ચા શ થઈ ગઈ છે.

ટુંક સમયમાં જ ફાઈનલ ચર્ચા બાદ આ બારામાં નિર્ણય થઈ જવાની શકયતા છે. કોમનમેનને વધુ લાભ આપવાના હેતુથી જ આ યોજના લોંચ થવાની છે.

1 comment:

  1. Sir I like your webstine never miss any article
    ibps exam Result

    Thank you


    Tamaru kaam khub Sara's chhe saheb

    ReplyDelete